🪔 વિવાહ મુહૂર્ત કાઉન્ટડાઉન
00 દિવસ
:
00 કલાક
:
00 મિનિટ
:
00 સેકન્ડ
૦૩/૧૨/૨૦૨૬ • ૦૪:૦૦ PM
Kalash
🪔
🪔

🌸 || શ્રી ગણેશાય નમઃ || 🌸

પરમ પૂજ્ય પિતાશ્રી સ્વ. હાજાભાઈ વેજાણંદભાઈ નાઘેરા ના દિવ્ય આશીર્વાદ સહ...

સ્નેહાધીન શ્રી

આદરણીય મહેમાન

પરિવાર જોગ...

પિતાના હૃદયનો સાદ

સાદર પ્રણામ,

મારા પૂજ્ય પિતાશ્રી, ગાત્રાળ માતાજી તથા ભગવાન શ્રી કૃષ્ણના દિવ્ય આશીર્વાદથી, આજે અમારા આંગણે રૂડો અવસર આવ્યો છે.

મારા આંગણામાં રમીને મોટી થયેલી બે તુલસીઓ — મારી નિરાલીબેન અને મારી નેહાબેન — હવે પારકા આંગણાને મહેકાવવા જઈ રહી છે.

કાળજાના બે કટકા જ્યારે એકસાથે ઉંબરો ઓળંગતા હોય, ત્યારે એક પિતાની આંખમાં હર્ષના આંસુ અને હૃદયમાં છલકાતો પ્રેમ શબ્દોમાં વર્ણવી શકાય તેમ નથી.

આપણી પરંપરા તો કહે છે કે ઉંબરે આવીને રૂબરૂ સાદ આપું. પણ દીકરીઓના કન્યાદાનના આ મહાયજ્ઞની તૈયારીઓમાં, રૂબરૂ પહોંચવામાં સમય જાણે ખૂટી પડ્યો છે. એટલે મારી આ પત્રિકાને જ મારો રૂબરૂ સાદ ગણીને સ્વીકારજો.

જ્યારે મારી દીકરીઓ સપ્તપદીના સાત વચનો લેશે, ત્યારે આપના આશિષ જ એમનું સાચું કરિયાવર બનશે. આપ પધારશો તો અમારા આંગણાની શોભા વધશે.

આપના આગમનની પ્રતીક્ષામાં...

સ્વ. હાજાભાઇ વેજાણંદભાઈ નાઘેરા
શ્રી સામતભાઈ હાજાભાઇ નાઘેરા
શ્રી ગોવિંદભાઈ હાજાભાઇ નાઘેરા
સમસ્ત નાઘેરા પરિવાર વતી આપને અંતરનો સાદ પાઠવીએ છીએ...

સ્નેહનું વાવેતર: બે પરિવારોનો સંગમ

🌸 || શ્રી ગાત્રાળ માતાજી કૃપા || 🌸

પવિત્ર 'લગ્ન સંસ્કાર' અર્થે, અગ્નિદેવ, બ્રાહ્મણ, વડીલો અને સ્નેહી જનોની સાક્ષીએ તેમજ અમારા કુળ દેવી શ્રી ગાત્રાળ માતાજીની અસીમ કૃપાથી

અ.સૌ. શાંતિબેન તથા શ્રી સામતભાઈ હાજાભાઈ નાઘેરાના આંગણાની શોભા સમાન બે અમૂલ્ય પુત્રીરત્નો નવજીવનના મંગળ પંથે પ્રભુતામાં પગલાં પાડી રહ્યાં છે.

નિરાલીબેન & જીગરકુમાર

(અ.સૌ. શાંતિબેન તથા શ્રી સામતભાઈ હાજાભાઈ નાઘેરાની સુપુત્રી)

ચિ. નિરાલીબેન

સંગ

ચિ. જીગરકુમાર

(આંબલિયાળાના નિવાસી અ.સૌ. મલુબેન તથા શ્રી પરબતભાઈ મેણસીભાઈ બારડના સુપુત્ર)

---- 卐 ----
નેહાબેન & અભયકુમાર

(અ.સૌ. શાંતિબેન તથા શ્રી સામતભાઈ હાજાભાઈ નાઘેરાની સુપુત્રી)

ચિ. નેહાબેન

સંગ

ચિ. અભયકુમાર

(બાદલપરા નિવાસી ગં.સ્વ. રામીબેન તથા સ્વ. ગોવિંદભાઈ મેરામણભાઈ સોલંકીના સુપુત્ર)

મંગળ અવસરના વધામણાં

મંગળ મંડપ મુહૂર્ત અને ગણેશ સ્થાપન

તારીખ: ૦૩/૧૨/૨૦૨૬, કારતક વદ ૧૦, ગુરુવાર

સમય: સવારે શુભ ચોઘડિયે

ગૌરવવંતી પરંપરા : બારોટજીના ચોપડે નોંધ

તારીખ: ૦૩/૧૨/૨૦૨૬, કારતક વદ ૧૦, ગુરુવાર

સમય: સવારે શુભ ચોઘડિયે

નાઘેરા ઋત્વિક સામતભાઈ
નાઘેરા ઋત્વિક સામતભાઈ
નાઘેરા કર્તવ્ય ગોવિંદભાઈ
નાઘેરા કર્તવ્ય ગોવિંદભાઈ

સુવર્ણ પીઠી રસમ

તારીખ: ૦૩/૧૨/૨૦૨૬, કારતક વદ ૧૦, ગુરુવાર

સમય: સવારે શુભ ચોઘડિયે

રૂડાં સામૈયા અને ભવ્ય જાન આગમન

તારીખ: ૦૩/૧૨/૨૦૨૬, કારતક વદ ૧૦, ગુરુવાર

સમય: સાંજે ૬:00 કલાકે

અતિથિ સત્કાર : મહા ભોજન સમારંભ (રાત્રિ જમણવાર)

તારીખ: ૦૩/૧૨/૨૦૨૬, કારતક વદ ૧૦, ગુરુવાર

સમય: સાંજે ૮:00 કલાકે

શુભ હસ્તમેળાપ અને મંગળ ફેરા

તારીખ: ૦૩/૧૨/૨૦૨૬, કારતક વદ ૧૦, ગુરુવાર

સમય: રાત્રે શુભ ચોઘડિયે

ભીની આંખે સ્નેહ વિદાય

તારીખ: ૦૩/૧૨/૨૦૨૬, કારતક વદ ૧૦, ગુરુવાર

સમય: રાત્રે શુભ ચોઘડિયે

📜 દીકરીને હૃદયનો હસ્તાક્ષર (આશીર્વાદ પત્ર)
દીકરીને હૃદયનો હસ્તાક્ષર - સ્નેહ વિદાય આશીર્વાદ પત્ર
મોટું જોવા અહીં ક્લિક કરો

"તારા પિતા સામતભાઈ અને માતા શાંતિબેનના અંતરના કોટિ કોટિ આશીર્વાદ"

🌸🌺🌼🌹🌷🌸🌺🌼🌹🌷

|| સ્મૃતિના સુવર્ણ કળશ ||

જેમના લોહી અને પરસેવાથી આ પરિવાર રૂપી વટવૃક્ષ સિંચાયું છે, જેમના સ્નેહ અને સંસ્કારોનો વારસો આજેય અમારી નસેનસમાં ધબકે છે, તેવા આપણા વડીલોની ખોટ આ રૂડા અવસરે ડગલે ને પગલે વર્તાય છે. શરણાઈના દરેક સૂરમાં અને અમારા હરખના દરેક શ્વાસમાં એમની અદ્રશ્ય છત્રછાયાનો અહેસાસ થાય છે.

સ્વ. વિક્રમભાઈ વેજાણંદભાઈ નાઘેરા

સ્વ. દૂધીબેન વિક્રમભાઈ નાઘેરા

સ્વ. હાજાભાઇ વેજાણંદભાઈ નાઘેરા

સ્વ. સરમણભાઈ વેજાણંદભાઈ નાઘેરા

🙏 વડીલોના પાવન ચરણોમાં આપની ભાવભરી પુષ્પાંજલિ અર્પણ થઈ 🙏

|| સ્નેહી સ્વજનો ||

👇 નામની યાદી જોવા માટે નીચેના શીર્ષક પર ક્લિક કરો 👇

શ્રી દિનેશભાઈ પુંજાભાઈ નાઘેરા

શ્રી રાહુલભાઈ પુંજાભાઈ નાઘેરા

શ્રી સ્મિતભાઈ દેવાભાઈ નાઘેરા

શ્રી જયદેવભાઈ નાથાભાઈ નાઘેરા

શ્રી સાત્વિકભાઈ નાથાભાઈ નાઘેરા

શ્રી ઋત્વિકભાઈ સામતભાઈ નાઘેરા

શ્રી દિપભાઈ જશુભાઈ નાઘેરા

શ્રી કર્તવ્યભાઈ ગોવિંદભાઈ નાઘેરા

સ્વ. વિક્રમભાઈ વેજાભાઈ નાઘેરા - સ્વ. દુધીબેન વિક્રમભાઈ નાઘેરા

સ્વ. હાજાભાઈ વેજાભાઈ નાઘેરા - ગં.સ્વ. જેઠીબેન હાજાભાઈ નાઘેરા

સ્વ. સરમણભાઈ વેજાભાઈ નાઘેરા - ગં.સ્વ. સોનાબેન સરમણભાઈ નાઘેરા

શ્રી પુંજાભાઈ વિક્રમભાઈ નાઘેરા - અ.સૌ જેઠીબેન પુંજાભાઈ નાઘેરા

શ્રી નાથાભાઈ વિક્રમભાઈ નાઘેરા - અ.સૌ ગીતાબેન નાથાભાઈ નાઘેરા

શ્રી દેવાભાઈ વિક્રમભાઈ નાઘેરા - અ.સૌ શાંતિબેન દેવાભાઈ નાઘેરા

શ્રી ગોવિંદભાઈ હાજાભાઈ નાઘેરા - અ.સૌ હર્ષાબેન ગોવિંદભાઈ નાઘેરા

શ્રી જશુભાઈ સરમણભાઈ નાઘેરા - અ.સૌ અલકાબેન જશુભાઈ નાઘેરા

શ્રી હિરાભાઈ સરમણભાઈ નાઘેરા - અ.સૌ શોભનાબેન હિરાભાઈ નાઘેરા

✦ ✦ ✦

શ્રી રાજાભાઈ કરશનભાઇ નાઘેરા

શ્રી ખીમાભાઈ નારણભાઇ નાઘેરા

શ્રી હાદાભાઈ કાળાભાઇ નાઘેરા

શ્રી જગાભાઈ ચિનાભાઈ નાઘેરા

શ્રી ભગવાનભાઇ દેવસીભાઈ નાઘેરા

શ્રી રામભાઇ ખીમાભાઈ નાઘેરા

શ્રી હરેશભાઈ હદાભાઈ નાઘેરા

શ્રી બાલુભાઈ ઉકાભાઈ સોલંકી - વાવડી

શ્રી કાનાભાઈ નથુભાઈ સોલંકી - વાવડી

શ્રી મહેશભાઇ નથુભાઈ સોલંકી - વાવડી

શ્રી દેવાયતભાઈ મેણસીભાઈ સોલંકી - ઊંબા

શ્રી કાનભાઈ મેણસીભાઈ સોલંકી - ઊંબા

શ્રી રાજુભાઇ ગાંડાભાઈ સોલંકી - આજોઠા

હિમીબેન રાજુભાઇ સોલંકી

શ્રી ઉકાભાઈ જેઠાભાઈ રામ - ગુંદરણ

રાજીબેન ઉકાભાઈ રામ

શ્રી મેરામણભાઈ ધાનાભાઈ વાળા - કુકરાશ

પુરીબેન મેરામણભાઈ વાળા

શ્રી મેરામણભાઈ રામભાઈ પંપાણીયા - નાખડા

કારીબેન મેરામણભાઈ પંપાણીયા

શ્રી પ્રફુલકુમાર ઉકાભાઈ રામ - ગુંદરણ

સંગીતાબેન પ્રફુલકુમાર રામ

શ્રી પ્રકાશકુમાર મેણસીભાઈ સોલંકી - કદવાર

ધારાબેન પ્રકાશકુમાર સોલંકી

✨ સ્નેહનો કલરવ : અમ અંતરનો મીઠો રણકાર ✨

👶 બાળગોપાળોની મીઠી અરજ 🎈

મંગળ અવસરની કંકુવરણી ખીલી છે આજ સવાર,

અમારા આંગણિયે ગુંજી ઉઠ્યો છે શરણાઈનો મીઠો રણકાર.

હૈયે હરખ માતો નથી ને ઉમંગનો નથી કોઈ પાર,

આપના આગમન વિના અધૂરો લાગશે આ ઉત્સવનો શણગાર.

અમે બાળગોપાળો માંડવે મચાવશું ધીંગામસ્તી ને ઉડાડશું ગુલાલ,

પણ આપના પાવન પગલાંથી જ જામશે આ રૂડા લગનિયાનો તાલ!

અમારી આ મીઠી અરજ સ્વીકારીને, અચૂક પધારજો અમ આંગણિયામાં...

આતુરતાથી વાટ જોનાર બાળગોપાળ:

પાર્થીવ, વિહા, સ્વરા, પરી, રીયા, કર્તવ્ય

🌸 卐 🌸
🙏 પધારો અમ આંગણે

✨ સ્વાગતની સુવાસ : સ્નેહભીનો આવકાર ✨

🌸 સ્વાગતાતુર લાડકડી બહેનો 🪔

શરણાઈના મધુર સૂર ને ઢોલના રૂડા ધબકારે,

અમારી વહાલી બેનડીનો માંડવો આજ કેવો મહોરે!

હાથમાં કંકુ-અક્ષતની થાળી ને હૈયે ઉમળકો અપાર,

અમે ઊભી છીએ ઉંબરે કરવા આપનો મંગળ સત્કાર.

લાડકી બેનના આ રૂડા અવસરે, ઉડે છે હરખનો ગુલાલ,

આપની ઉપસ્થિતિથી જ તો ખીલી ઊઠશે આ લગ્નનો તાલ!

અમારા આંગણે પધારીને બેનડીના જીવનમાં આશિષનો થાળ છલકાવજો...

સ્વાગતાતુર લાડકડીઓ:

ઋષિકાબેન, શાક્ષીબેન, ઝલકબેન, કૃપાબેન, શ્રેયાબેન, ભાવિકાબેન, હેતસ્વીબેન

પોલનં ફર્ટિલાઇઝર પ્રાઇવેટ લિમિટેડ (+91 94288 37047)

ક્રીપ્ટોનિક્સ ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડ (+91 63531 61009)

પૃથ્વી એન્ટરપ્રાઇઝ (+91 97147 37047)

🪔
🙏
🪔
✨ પધારો અમારે આંગણે ✨

"હે જી તારે આંગણિયે આવીને કોઈ પૂછે, આવકારો મીઠો આપજે રે..."

આત્મીય નિમંત્રક

🌸 સ્વ. હાજાભાઇ વેજાણંદભાઈ નાઘેરા

🌸 શ્રી સામતભાઈ હાજાભાઇ નાઘેરા

🌸 શ્રી ગોવિંદભાઈ હાજાભાઇ નાઘેરા

(તથા સમસ્ત નાઘેરા પરિવાર)

મુકામ: ગાભા
(નિમનાથ આહીર સમાજ)
તાલુકો-તાલાલા (ગીર), જિલ્લો ગીર સોમનાથ
મોબાઈલ: +91 94288 37047, +91 97147 37047, +91 94273 88185

🪔 🌸 શુભ આગમનની નોંધ 🌸 🪔

આપનો સ્નેહ ભર્યો પ્રતિભાવ

સ્નેહાધીન શ્રી આદરણીય મહેમાન પરિવાર

અમારા આતિથ્ય સત્કાર અને ભોજન સમારંભના આયોજનને વધુ સુદ્રઢ બનાવવા તેમજ આપના સ્વાગતની શ્રેષ્ઠ વ્યવસ્થા માટે, આપના આગમન અંગે નીચેનામાંથી કોઈપણ ૧ વિકલ્પ પસંદ કરીને પ્રતિભાવ આપવા નમ્ર વિનંતી છે.

👉 કૃપા કરીને નીચે આપેલા ૩ વિકલ્પમાંથી એક પસંદ કરો 👈
આપનો પ્રતિભાવ સીધો નાઘેરા પરિવાર સુધી સુરક્ષિત રીતે પહોંચી જશે. હૃદયપૂર્વક આભાર!

Cryptonix Technology (P). LTD.

Software Developer & IT Partner
અમારા વિશે & સોફ્ટવેર સેવાઓ

Cryptonix Technology તમામ પ્રકારના આધુનિક કસ્ટમ સોફ્ટવેરનું નિર્માણ કરે છે. અમે ખાસ કરીને બિઝનેસ અને ઉદ્યોગો માટે વિશ્વસનીય અને અદ્યતન સોફ્ટવેર સોલ્યુશન્સ બનાવીએ છીએ:

Account Software (એકાઉન્ટિંગ) ERP Systems (ઈઆરપી સિસ્ટમ્સ) Billing & Inventory (બિલિંગ) Web & Mobile Applications Custom Cloud Business Software
સોફ્ટવેર ડેવલપમેન્ટ માટે સંપર્ક કરો:
Govindbhai Naghera
+91 94288 37047
Hit Solanki
+91 63531 61009
દીકરીને હૃદયનો હસ્તાક્ષર - આશીર્વાદ પત્ર
ઉત્સવના આંગણે પધારવાનો માર્ગ